AIIMS રાજકોટ ભરતી 2023: એમ્સ રાજકોટમાં 135+ જગ્યાઓ પર કાયમી નોકરીનો મોકો

AIIMS Rajkot Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એમ્સ રાજકોટમાં 135+ જગ્યાઓ પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AIIMS Rajkot Recruitment 2023

સંસ્થાનું નામ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 15 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 15 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://aiimsrajkot.edu.in/

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો

કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમ્સ રાજકોટની આ ભરતીમાં સિનિયર રેસિડેન્ટની 73 તથા જુનિયર રેસિડેન્ટની 64 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નથી જયારે સિનિયર રેસિડેન્ટ વધુમાં વધુ વયમર્યાદા 45 અને જુનિયર રેસિડેન્ટ માટે વધુમાં વધુ વયમર્યાદા 33 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં સરકારશ્રીના નિયમો મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને રાહત આપવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

એમ્સ રાજકોટની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પસંદગી પ્રક્રિયા

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી ફી

એમ્સની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 1000 રૂપિયા તથા એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 800 રૂપિયા ચૂકવવાના રહેશે.

પગારધોરણ

એમ્સ રાજકોટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

સિનિયર રેસિડેન્ટ રૂપિયા 67,700 + અન્ય
જુનિયર રેસિડેન્ટ રૂપિયા 56,100 + અન્ય

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમ્સ રાજકોટ દ્વારા સિનિયર રેસિડેન્ટ તથા જુનિયર રેસિડેન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્સ રાજકોટની સત્તાવાર વેબસાઈટ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

આ ભરતીમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ 10 ઓક્ટોબર 2023 તથા જુનિયર રેસિડેન્ટની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ 11 ઓક્ટોબર 2023 ના રોજ યોજાશે. ઇન્ટરવ્યુનું સ્થળ કોન્ફરન્સ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર,આયુષ બિલ્ડીંગ, કાંધેરી, એમ્સ રાજકોટ છે.

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન એમ્સ રાજકોટ દ્વારા 15 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પોસ્ટ અનુસાર અલગ અલગ છે.

અરજી કરવા માટે જરૂરી લિંક?

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે સિનિયર રેસિડેન્ટ । જુનિયર રેસિડેન્ટ
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો