વર્લ્ડકપ ફાઇનલ : PM મોદિ આવશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ, બીજી કઇ કઇ સેલીબ્રીટીઓ આવશે ?

વર્લ્ડકપ ફાઇનલ : ક્રિકેટનો મહાકુંભ ગણાતા આઇસીસી વન ડે વર્લ્ડ કપ ની ફાઇનલ ભારત અને ઓસ્ટેલીયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટીડીયમ મા રમાનાર છે. ત્યારે આ ફાઇનલ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદિ આવે તેવી શક્યતાઓ છે. સાથે સાથે ઓસ્ટ્રેલીયા ના પીએમ ને પણ આમંંત્રણ આપવામા આવ્યુ છે. ચાલો જોઇએ ફાઇનલ મેચ ને લઇને કેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વર્લ્ડકપ ફાઇનલ

19 નવેમ્બરે વર્લ્ડ કપનો મહામુકાબલો અમદાવાદ મા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થનાર છે. ત્યારે આ ફાઇનલ મેચ જોવા માટે આખા ભારતની સેલીબ્રીટીઓ ઉપસ્થિત રહેનાર છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેનાર હોઇ આ ફાઇનલ મેચ ખાસ બની રહેશે. વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના હોઇ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

20 વર્ષ બાદ થઇ રહી છે મહાટક્કર

20 વર્ષ પહેલા 2003 મા વર્લ્ડ કપના ફાઇનલ મા ભારત અને ઓસ્ટ્રેલીયાની ટક્કર થઇ હતી. જેમા ભારતનો 125 રને પરાજય થયો હતો. ફરીથી ફાઇનલમા બન્ને ટીમો ટકરાવાની છે. ત્યારે ભારત ઓસ્ટ્રેલીયન ટીમ ને હરાવી 20 વર્ષ પહેલાનો હિસાબ ચૂકતે કરશે. તેવી કરોડો ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.

હોમ પેજઅહિં ક્લીક કરો